Tuesday, March 29, 2011

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ (hun kyan kahu chhu aapni ha hovi joie)

આ મહોબત છે કે છે એની દયા કહેતા નથી

એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી

બે જણા દિલ થી મળે તો મજલીસ છે “મરીઝ “

દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ

પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ

એવી બે-દિલી થી મને માફ ના કરો,

હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’

એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ

- “મરીઝ”

No comments:

Post a Comment